Thursday 6 December 2018

You will be confident about the following facts about the benefits of ice.(બરફના ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.)

*બરફના ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.



J.M.Thakor
                 
*1.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !


*2.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!


*3.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

*4.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

*5.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

*6.* નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !


*7.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !


*8.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !


*9.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

*10.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !


*11.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !



*12.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

*13.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !


*આ બધાં મુદ્દાં ફરીથી ધ્યાનથી વાંચી જશો ! જેથી યાદ રહે અને પ્રસંગાપાત કામ આવે.